થરાદની સુંધલ હોટલમાંથી રૂા. ૮૧ હજારની મત્તા ચોરી જનાર આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:01:49
  • Views : 343
  • Modified Date : 2021-03-11 11:01:49

થરાદમાં આવેલી સુંધલ હોટલમાંથી અગાઉ રૂા.૭૫ હજાર રોકડા, મોબાઈલ અને પાવર બેન્ક ચોરાઈ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેનો આરોપીને પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે અગાઉ થરાદ પોલીસ મથકમાં સુંધલ હોટલમાંતી
રૂા. ૭૫ હજાર રોકડા, મોબાીલ નંગ-૧ રૂા. ૫૦૦૦ અને રૂા. ૧૦૦૦ ની પાવર બેન્ક મળીને કુલ રૂા. ૮૧ હજારની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આરોપીની તપૈાસ દરમિયાન પાલનપુર એલ.સી.બી.ની ટીમે મળેલી બાતમીના આધારે પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાનના પિંડવાડા
તાલુકાના કોઝરા ગામનો કમલકુમાર કાન્તીલાલ લુહાર ઝડપાયો હતો. જેની પુછપરછ દરમિયાન તેને થરાદની સુંધલ હોટલમાં ચોરી કરી હોવાનું કબલ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News