ધાનેરામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનો વિદાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:07:36
  • Views : 447
  • Modified Date : 2019-05-05 11:07:36

ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ વિઝિટર તરીકે ફરજ બજાવતા હબીબાબેન અકબરભાઇ મુસાની વયનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ ધાનેરા ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડા. પી.એમ. ચૌધરીની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને તેમને સાકર અને શ્રીફળ આપીને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા  ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડા. પાસવાન, ડા. પ્રિયંકા ચૌધરી, ડો. મયુર શ્રીવાસ્તવ, ડા. અપેક્ષા દરજી, ડા. મિનાક્ષી રાજપૂત, ડો. આદિત્ય પટેલ તેમજ તમામ સુપરવાઇઝરો અને એમપીએચડબલ્યુ કાર્યકરો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News