કમોસમી વરસાદથી ખેતી બરબાદ થતા 4 દિવસમાં 10 ખેડૂતોનો આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:51:37
  • Views : 526
  • Modified Date : 2019-11-07 14:51:37

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે ખેડૂતોનૂ દુર્દશા ભુલાઈ ચુકી છે. કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ચાર જ દિવસમાં 10 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.આ તમામ ખેડૂતો મરાઠાવાડા વિસ્તારના છે. જ્યાં માવઠુ થવાથી ખેતીને ભારે નુકસાન થયુ છે. જોકે આત્મહત્યાના મામલાઓમાં ચોક્કસ કારણ તો ખબર નથી પડી પણ ખેડૂતોને થયેલુ આર્થિક નુકસાન જવાબદાર હોવાની શક્યતા વધારે છે.કમોસમી વરસાદથી સોયાબીન, જુવાર, મકાઈ અને કપાસની ખેતી બરબાદ થઈ ગઈ છે. નાંદેડ વિસ્તારમાં એ પછી 3 ખેડૂતોએ અને બીડ જિલ્લામાં બે ખેડૂતોએ આપઘાત કર્યો હોવાના કિસ્સા બન્યા છે. ઉસ્માનાબાદ, પરભાની જિલ્લામાં પણ બે ખેડૂતોએ આત્મહત્યા કરી છે.એક અધિકારીએ કહ્યુ હતુ કે, વરસાદના કારણે થયેલુ નુકસાન પણ જવાબદાર હોઈ શકે છે. અથવા તો વધારે પડતા દેવાના કારણે પણ ખેડૂતો આત્મહત્યા કરી હોય તેવુ બની શકે છે.


Download Our B K News Today App



Related News