વધુ 2 ધારાસભ્યાના રાજીનામાની અટકળો પર AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાનની પ્રતિક્રિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-13 13:31:43
  • Views : 106
  • Modified Date : 2023-12-13 13:31:43

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધુ છે અને વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ અટકળોને ખોટી ગણાવી છે.AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યુ કે અમારા તમામ ચારેય ધારાસભ્યો અકબંધ છે. હવે કોઇ ધારાસભ્ય રાજીનામુ નહીં આપે.ગુજરાતમાં ત્રીજો પક્ષ એટલો સફળ થયો છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે. પાંચ ધારાસભ્યોને સતત પોતાની તરફ લેવાના પ્રયાસો કરી રહી છે. તેમણે જણાવ્યુ કે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે.

Download Our B K News Today App



Related News