ડીસામાં સરકાર સામે આપનું અલ્ટીમેટમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 11:19:18
  • Views : 523
  • Modified Date : 2019-09-17 11:19:18

ભારત સરકાર દ્વારા દેશમાં સુધારેલા ટ્રાફિક એકટને લાગુ કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ આ કાયદાને ૩૧ ઓક્ટોબર સુધી નાબૂદ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે.
સોમવારે ડીસામાં આમ આદમી પાર્ટીએ નવા અમલી બનેલા ટ્રાફિક એકટના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં આ એક્ટ દૂર કરવાની માંગ કરી છે. આમ આદમી
પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશની આર્થિક
પરિસ્થિતિ ખુબ જ નબળી બની ગઈ છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખુબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે. સાથે સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી
પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.

Download Our B K News Today App



Related News