આમ આદમી પાર્ટીથી સરકાર ડરી બનાસકાંઠાના પાલનપુરમાં "આપ" કાર્યકર્તાઓની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 11:42:30
  • Views : 499
  • Modified Date : 2021-03-21 11:42:30

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં વધારે સારો દેખાવ કરેલ હોઇ દેશની ભાજપની કેન્દ્ર સરકાર ડરી જતા ખોટા બિલો પસાર કરીને લોકશાહીનું ખૂન કરવા તૈયાર બેઠી છે. જેનો ગુજરાતની જનતા સખત વિરોધ કરે છે. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો જાેડાયા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશમાંથી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર, તાલુકા પ્રમુખ કાંતિભાઈ પટેલ, શહેર પ્રમુખ ઉમેશ દાન ગઢવી, લઘુમતી સેલ પ્રમુખ સરફરજભાઈ, જિલ્લા મહામંત્રી કામરાજભાઈ ચૌધરી, જગદીશભાઈ પરમાર, નરેશ
પરમાર, ઉપપ્રમુખ યાસીનભાઈ, હર્ષદભાઈ પટેલ, કાર્યાલય મંત્રી મુકેશભાઈ ખડાલા, વડગામ તાલુકા પ્રમુખ ગીતાબેન, પાલનપુર શહેર પ્રમુખ કાંતાબેન પટેલ, અજયભાઈ ત્રિવેદી,
દાંતીવાડાથી ભાનુભાઇ, અશોકભાઈ જાેશી, કુનાલભાઈ પ્રજાપતિ, આશિષ જાેશી, મહિપેન્દ્રદાન ગઢવી, અતુલભાઈ સુતરીયા, જાવેદભાઈ,  દલપતભાઈ
પટેલ, સીતાબેન, મનોજભાઈ, ચરોતર દિનેશભાઈ, પરમાર ગૌતમભાઈ વિગેરે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ સૌ કાર્યકરોની
 ધરપકડ કરવામાં આવી હતી.
ભાજપ લોકશાહીને દબાવી પોતાની પાર્ટીના પક્ષે લોકોને જાેડવા મથામણ કરે છે. આમ આદમી પાર્ટી સતત નવા કાર્યક્રમો આપી ભાજપની પોલ ખોલશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News