મહારાષ્ટના ગઠ ચિરોલીમાં થયેલા નક્સલી આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને પાટણ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:40:21
  • Views : 372
  • Modified Date : 2019-05-04 12:40:21

મહારાષ્ટ્રના ગઠ ચીરોલી ખાતે બુધવારે થયેલા નકસલી હુમલામાં  ૧૬ ભારતીય જવાનો શહીદ થયા હતાં આ ધટના ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખુબજ  દુઃખદ ઘટના ગણાવી શહિદ થયેલા વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાં ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ગુરૂવારે સાંજે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવાનો આદેશ આપ્યો હતો. જેનાં અનુસંધાને પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે બે મીનિટનું મૌન પાળીને મીણબત્તી પ્રજવલિત કરી શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા. આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે ભાજપ દ્વારા સવારે બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલા આતશબાજીના કાર્યક્રમને સખત શબ્દમાં વખોડી કાઢ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક તરફ દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે. ત્યારે ભાજપના લોકો એ દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ આતશબાજી કાર્યકમ યોજી વીર જવાનોના શહિદીના મોતનો મલાજો પણ જાળવ્યો નથી. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો પણ ભોગવવા ભાજપે તૈયાર રહેવું પડશે તેમ જણાવ્યું હતું.આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, મહામંત્રી હરેશભાઈ બારોટ, તાલુકા પ્રમુખ શંકરજી ઠાકોર, ભરત ભાટીયા, મહિલા પ્રમુખ જાગૃતિબેન પટેલ, ડો.કોકીલાબેન પરમાર, હંસાબેન પરમાર, સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News