બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે આમદની પાર્ટીનો જન સુવાદ કાર્યક્રમ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 11:21:40
  • Views : 268
  • Modified Date : 2022-07-17 11:21:40

 


ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલુ ત્રિપાંખિયો જંગ,જામ્યો..

 

બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે આમદની પાર્ટીનો જન સુવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ શાશનથી પીડિતનો કોઈ વિવિધ સમસ્યાઓ જણાવતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આગવી છઠ્ઠામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સાથે આમ આદમી પાર્ટી સક્રીય બની લોકો સુધી પહોંચાવા અને જાહેર જનતા સાથે સીધો સંવાદ કરી શકે તે માટે પરીવર્તન યાત્રા પુરી થયાં બાદ જન સંવાદ કાર્યકમ યોજાવામા આવી રહ્યા છે ત્યારે આજે ડીસાના રીસાલા ચોકમાં આમ આદમી પાર્ટીના જન સંવાદ કાર્યકમ યોજાયો હતો જેમાં નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહિત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગરભાઈ રબારી જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ સાથે જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં  જન સંવાદ કાર્યક્રમમાં ઈશુદાન ગઢવી દ્વારા  લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત જનતાએ તેમની સરકાર બનશે તો શું શું કામગીરી કરવામાં આવશે તેની જાણકારી માંગી હતી સાથે-સાથે જન સંવાદ કાર્યકમમાં  બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોએ  પોતાની પડતી મુશ્કેલીઓ રજુ કરી સીધો સંવાદ કર્યા હતો ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચુંટણીની અસર જોવા મળી રહી છે  વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે   ભાજપ કોંગ્રેસ  અને આમ આદમી પાર્ટી દ્વારા પણ 182, સીટ પર ઉમેદવારો ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે  જેના ભાગરૂપે આજેવેપારી મથક ડીસા ખાતે રીસાલા ચોકમાં મા ઈશુદાન ગઢવીની અધ્યક્ષતા માં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતો આમ જનતા સહિત જનતાને પડતી હાલાકીની ચર્ચા કરવામાં આવી હતી જ્યારે ઈશુદાન ગઢવી દ્વારા લોકોને વિશ્વાસ આપેલ કે જો અમારી સરકાર સત્તામાં આવશે  તમામ પ્રશ્નોનું નિરાકરણ અમારી સરકાર શોર્ટ ટાઈમ લાવશે એવો વિશ્વાસ લોકોને આપવામાં આવ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક પર જાવો ત્યારે ઝાડું નું બટન દબાવવાનું ભુલતા નહીં 27 વર્ષની ભાજપ સરકાર દ્વારા ખેડુત વેપારીઓ અને ગરીબ મધ્યમવર્ગના લોકોને જીવવું મુશ્કેલ બનાવી દીધી છે ત્યારે પંજાબ અને દિલ્હીમાં નાગરીકો ને સસ્તી વીજળી અને મફ્ત વિજળી મલી રહી છે ત્યારે ગુજરાતમાં પણ નાગરીકોને તેમના અધિકાર મુજબ સસ્તી વીજળી અને મફ્ત વિજળી મલવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી  જ્યારે કાર્યક્રમમાં આપના પ્રદેશ ઉપાધ્યક્ષ  ભેમાભાઇ ચૌધરી લીગલ સેલ રમેશભાઇ નાભાણી ,જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ  પ્રદેશ ઉપાધ્યક્ષ, ‌‌સાગરભાઈ દેસાઈ લોકસભા પ્રભારી વિજયભાઈ દવે ડીસા પ્રભારી સુભાષભાઈ ઠક્કર સંગથન મંત્રી હાદીક ઠકકર કમલેશભાઈ ઠક્કર મિડિયા સેલ હરેશભાઈ ઠક્કર સહિતના આપના જિલ્લા ના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં..

Download Our B K News Today App



Related News