વડગામ ખાતે બાબાસાહેબ આંબેકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:53:26
  • Views : 473
  • Modified Date : 2019-04-16 06:53:26

વડગામ ખાતે બાબાસાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબાસાહેબ આંબેડકર સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી. જે શોભાયાત્રા વડગામ બસ સ્ટેન્ડ ચોકથી શરૂ કરીને ગામની શેરીઓમાં ફરીને આખરે સભાના રૂપમાં પરિવર્તન થઈ હતી. જે શોભાયાત્રામાં પિંતાબર ડી મકવાણા (પ્રમુખ), અશોકભાઈ એમ.પરમાર (મંત્રી), રાજુભાઈ  બી. પુરબિયા (ઉપપ્રમુખ), ડાહ્યાભાઈ જી. શ્રીમાળી (ઉપપ્રમુખ) તથા પ્રવિણભાઈ, ઈશ્વરભાઈ, કૈલાશભાઈ સહિતના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.  આમ આ પ્રસંગે શૈલેષકુમાર એલ. સોલંકી દ્વારા સાહેબ આંબેડકર વિશે વક્તવ્ય રજૂ કર્યુ.


Download Our B K News Today App



Related News