મલાણા ગામના આંબેડકર ચોકમાં ૧૪મી એપ્રિલની રાત્રે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 07:06:19
  • Views : 507
  • Modified Date : 2019-04-16 07:06:19

મલાણા ગામના આંબેડકર ચોકમાં ૧૪મી એપ્રિલની રાત્રે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ બાબાસાહેબની પ્રતિમાને ફુલહારવિધી કરી ભીમ વંદના કરવામાં આવી. જેમાં ગામના વડીલો, માતાઓ, બહેનો અને નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.  કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે  ઉત્પલભાઈ કુલકર્ણી કે જેઓ અખિલ ભારતીય પરીસંઘ (ગુજરાત રાજ્ય)ના ઉપપ્રમુખ અને બ.કાં.જિલ્લા પ્રમુખ છે, તેઓએ પોતાના વ્યક્તવ્યમાં બાબાસાહેબના જીવન, તેમના સંઘર્ષ અને બલિદાનની ચર્ચા કરી. ગામના તમામ અભ્યાસ કરતા બાળકોને ચોપડો અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નાના બાળકોએ પણ બાબાસાહેબના વિચારો અને ભીમ ગીતો રજૂ કરી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો.તેમને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગામના યુવા અને શિક્ષક જીતેન્દ્રભાઈ પરમારે ખુબ સારી રીતે કાર્યક્રમનું સંચાલન કર્યુ. સૌ ભીમ મિત્રોએ ખુબ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. 


Download Our B K News Today App



Related News