ધાનેરામાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:49:00
  • Views : 473
  • Modified Date : 2019-04-15 05:49:00

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રાનું વિવિધ જગ્યા ઉપર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.૧૪ મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ આજે સમગ્ર દેશ માં લોકો ખુબજ ઉત્સાહ સાથે બાબા સાહેબની જન્મ જયંતિ ની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં યુવા ભીમ સેના દ્વારા બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે ધાનેરામાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં દલિત સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં  લોકો બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. આ શોભાયાત્રા ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને વિવિધ જગ્યા ઉપર લોકો એ બાબા સાહેબની આ શોભાયાત્રાનું સ્વાગત કર્યુ હતું. આ શોભાયાત્રા ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી ધાનેરાના લાલચોક ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં લોકો બાબા સાહેબની પ્રતિમાંને ફુલહાર ચડાવી બાબા સાહેબના નારા લગાવ્યા હતા અને બાબા સાહેબ ની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.


Download Our B K News Today App



Related News