ઢીમા ખાતે આંબેડકરની જન્મ જયંતિ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:56:20
  • Views : 434
  • Modified Date : 2019-04-15 05:56:20

વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમામાં રામનવમી અને ડા.બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતી પ્રસંગે ગામમાં ડા.બાબા સાહેબની શોભાયાત્રા નીકળવામાં આવી હતી. અને ગામમાં બાબા સાહેબનાં સૂત્રો બોલી જયઘોસ કર્યો હતો. ત્યારે બાદ બી.આર.આંબેડકર શાળામાં યાત્રાધામ ઢીમાનાં સમગ્ર દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે અશોકભાઈ પરમાર, અરવિંદભાઈ કલાલ, અમુલખભાઈ, કિરણભાઈ ચૌહાણ, શ્રવણભાઈ, પ્રવિણભાઈ સહિત, દલિત સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય ભીમ યુવક મંડળ ઢીમા દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News