આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા બનાસકાંઠાના કંસારી ગામે પહોંચી : ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 12:54:01
  • Views : 314
  • Modified Date : 2021-07-29 12:54:01

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભાજપ સરકાર ની નિષ્ફળતા અંગે લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી,  વિજય સુવાળા, ભેમાભાઈ ચૌધરી સહિત ના આગેવાનો આજે ડીસાના કંસારી ગામે પહોંચ્યા હતા જ્યાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ તેમના પરિવારને સાથે સંવેદના વ્યક્ત કરી હતી સાથે સાથે કોરોના મહામારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક નાની-મોટી જિંદગીઓ હોમાઇ છે ખાસ કરીને સતત ઓક્સિજનની અછતના કારણે કોરોનાવાયરસ ના દર્દીઓને સમયસર સારવાર મળી ન હતી જેના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા પરંતુ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે ઓક્સિજન વગર કોરોનાવાયરસ ની મહામારી માં એક પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો નથી ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રની નિષ્ફળતાના કારણે અને ઓક્સિજન ન મળવાના કારણે કેટલા લોકો મૃત્યુ પામે છે તેના આંકડા પણ જાહેર કરવામાં આવશે. જોકે આમ આદમી પાર્ટી ના આ કામથી કેટલાક લોકો નાખુશ છે અને તેઓને રોકવાના પ્રયાસો પણ થતા હોવાનું આપ નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીની સંવેદના યાત્રા આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી જ્યાં આમ આદમી પાર્ટીના પ્રચારક ઈશુદાન ગઢવી અને વિજય સુવાળા આમ આદમી પાર્ટીની યાત્રા લઈ ડીસાના કંસારી ગામે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાયા હતા. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની મજબૂતાઈ બતાવવા માટે વિરોધ પ્રદર્શન બતાવી રહ્યા છે ત્યારે આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટીની પહોંચેલી સંવેદના યાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો યાત્રામાં જોડાઈ ઈશુદાન ગઢવી અને વિજય સુવાળાને સમર્થન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News