ગઢ ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા પહોંચી ભાજપ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 14:24:57
  • Views : 333
  • Modified Date : 2021-07-29 14:24:57

બનાસકાંઠા જીલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી આપના નેતા ઇસુદાન ગઢવી અને વિજય સુંવાળા જીલ્લા ના વિવિધ તાલુકાઓમાં જનસંવેદના કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે આજે બુધવારે ગઢ ખાતે  મુલાકાત લીધી હતી અને કોરોના મહામારી મૃત્યુ પામનાર લોકોને પુષ્પોથી શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી આપના નેતા ઈશુદાન ગઢવીએ જન સંવેદના યાત્રા દરમિયાન ભાજપ, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

આપના નેતાઓએ કોરોના સંક્રમણને અટકાવવા ભાજપ સરકારને નિષ્ફળ બતાવી, પેટ્રોલ ડીઝલ ભાવ વધારા મામલે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે જન સંવેદના યાત્રા દરમિયાન લોકોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી દેવાની આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે, જન સંવેદના યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં, લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં

Download Our B K News Today App



Related News