પાલનપુરના સુખબાગ વિસ્તાર મા આમ આદમી પાર્ટી નો વિરોધ આપ ના કાર્યકરો દ્વારા ભરાયેલા વરસાદી પાણી મા કમળ તરતા મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:14:41
  • Views : 236
  • Modified Date : 2022-07-09 12:14:41

 

ભાજપ નું ચિન્હ કમળ ની નાવ પાણી માં તરતી મૂકી કર્યો વિરોધ વરસાદી પાણી ના નિકાલ ની વ્યવસ્થા હોઈ કર્યો વિરોધ

પાલનપુરના સુખબાગ વિસ્તારમાં રોડ વચ્ચે ભરાયેલા ઢીંચણ સમા વરસાદી પાણી મા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપ નું ચિન્હ કમળ ની નવા પાણીમાં તરતી મૂકી ભાજપ શાસિત પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે જોકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે

આપ દ્વારા પાલનપુર પાલિકા વરસાદી પાણી નો નિકાલ કરે તેવી માંગ કરી

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સામે આમ આદમી પાર્ટી અનોખો વિરોધ જોવા મળ્યો છે જેમાં ગઈકાલે રાત્રે પાલનપુરમાં પડેલા એક ઇંચ વરસાદના કારણે પાલનપુરના સુખમાં વિસ્તારમાં ઢીંચણમાંસમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે હાઇવેથી શહેરમાં જવાના રસ્તા પરથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થઈ સુખબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલા ઢીંચણ સમા પાણીમાં ઉતરી ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી વિરોધ કર્યો હતો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય પાલનપુર પાલિકા વરસાદી પાણીનો નિકાલ સત્વરે કરે તેવી માંગ કરી છે

Download Our B K News Today App



Related News