આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182 બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 12:05:49
  • Views : 161
  • Modified Date : 2022-08-04 12:05:49


આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 10 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરતા બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મૂડમાં આવી ગઈ છે..ડીસામાં આપના કાર્યાલય ખાતે બેઠક યોજી આપના ઉમેદવાર વિજેતા બનશે તો લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા બાંહેધરી આપી હતી...આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182 બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે અને બનાસકાંઠાની દિયોદર બેઠક સહિત કુલ 10 બેઠકો પર ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરી છે જે અંતર્ગત બનાસકાંઠાના ડીસામાં પણ આમ આદમી પાર્ટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે અને ડીસામાં આપના હોદ્દેદારોએ કાર્યાલય ખાતે બેઠક યોજી નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત કરી હતી તેમજ આવનારી ચૂંટણીમાં આપના ઉમેદવારો વિજેતા બનશે તો લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી. અંગે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે ડીસા સહિત બનાસકાંઠાની નવો બેઠકો પર આમ આદમી પાર્ટી પાયાના કાર્યકર્તા અને લોકોના દિલમાં રહેતા અને જાતિવાદથી મુક્ત કાર્યકર્તાને ઉમેદવાર તરીકે ઉભા રાખશે અને જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બેરોજગારોને રોજગારી,  300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિત લોકોની પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી . . . .

Download Our B K News Today App



Related News