ડીસાના ઇસ્કોન શોપિંગ સેન્ટર ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-24 11:18:33
  • Views : 295
  • Modified Date : 2021-07-24 11:18:33

     સમગ્ર ગુજરાતમાં બીજા વિકલ્પ તરીકે ઊભરી આવેલી આમ આદમી પાર્ટી ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લામાં પણ મજબૂત રીતે આગળ વધી રહી છે ત્યારે ડીસાના ઇસ્કોન શોપિંગ સેન્ટર ખાતે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકરના હસ્તે રિબીન કાપી કાર્યલય ને ખુલ્લો મુકવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે જિલ્લા પ્રમુખ ડૉ રમેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં થી ડીસા સહિત ના પાલનપુર ભાભર લાખણી દિયોદર ધાનેરા થી  પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં અત્યારથી તૈયારી પુરજોશમાં ચાલુ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ડીસા વોર્ડ નંબર 4 ના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા કાર્યકર્તાઓને આહવાન કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુમાં વધુ મજબૂત કાર્યકર્તાઓને  પ્રયાસ કરવામાં આહ્વાન કર્યું હતું ભારત માતાકી જય વંદે માતરમના નારા સાથે આમ આદમી પાર્ટીના કાર્યાલયના  ભારે ઉત્સુકતા સાથે ખુલ્લું  મુકવામાં આવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News