આજ રાતથી બધુ જ બંધ માત્ર દૂધ અને દવા મળી રહેશે ...! જાણો ક્યાં ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 19:39:06
  • Views : 2281
  • Modified Date : 2020-05-06 19:39:06

આગામી 15  મે સુધી સંપુર્ણ લોકડાઉન

ડો. રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે અમદાવાદમાં તમામ હોમ ડિલીવરી સર્વિસ બંધ કરી દીધી છે. આગામી 7 દિવસ સુધી હોમ ડિલીવરી સેવા બંધ રહેશે. માત્ર દૂધ અને દવાઓની ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે.ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. જેમાં રાજીવ ગુપ્તાએ પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લીધો હતો. અને બાદમાં અમદાવાદ માટે આકરાં નિર્ણયોનાં આદેશ આપ્યા હતા.

 

વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજ રાતથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે.આ આદેશનો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. 

Download Our B K News Today App



Related News