લાખણીનું દેવસરી ગામ આગથળા પોલીસે દતક લીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 11:04:26
  • Views : 897
  • Modified Date : 2020-10-11 11:04:26

સમાજની સુરક્ષાની જવાબદારી જેના શીરે છે એવી પોલીસ પણ માનવતાના ઉત્તમ કાર્યો કરીને પ્રેરણારૂપ બની રહ્યા છે. ત્યારે આગથળા પોલીસ સ્ટેશન દ્વારા લાખણી તાલુકાના દેવસરી ગામને દત્તક લેવામાં આવ્યું છે. ગામમાં હકારાત્મક પ્રવૃત્તિઓને વેગ મળે ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે, ગામ વ્યસનમુક્ત થાય એવા ઉમદા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે. જેના ભાગરૂપે પ્રથમ દેવસરી ગામમાં કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ગામલોકોને ભેગા કરીને તમામ લોકો માસ્ક ફરજિયાત રાખે અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં આવે સાથે સાથે ગામ લોકો વ્યસનમુક્ત બને તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે આગથળા પોલીસ સ્ટેશનના
પી.એસ.આઈ. પી. એન. જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News