આગામી ૪૮ ક્લાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

  • Published By :
  • Published Date : 2020-06-30 10:32:49
  • Views : 1934
  • Modified Date : 2020-06-30 10:32:49

 હવામાન વિભાગે આગામી ૨ દિવસ વરસાદની આગાહી કરી છે . ત્યારે આજે સવારે જ અમદાવાદ  ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો . અમદાવાદ સહિત ગાંધીનગરમાં ઝરમર વરસાદ વરશ્યો હતો આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરમાં પારો 39 ડિગ્રી પાર કરી જતાં બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું.

Download Our B K News Today App



Related News