ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આગમાતાના મંદિરમાં થઈ ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:11:41
  • Views : 317
  • Modified Date : 2020-12-14 11:11:41

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી બાદ ચોરોએ માથું ઊંચક્યું છે. રોજ બરોજ નાની મોટી ચોરીની  ઘટનાઓ સામે આવી રહી છે જેમાં એક બાજુ લોકોને ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે તેવામાં ચોરોએ માથુ ઊંચક્યું છે. ગત મોડી રાત્રે ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ આગ માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે જેની જાણ ગામનાં સરપંચને થતાં સરપંચ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. ચોરીના ઘટનાને પગલે મોટીસંખ્યામાં  ગ્રામજનો એકત્રિત થયા હતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે થેરવાડા ગામમાં અગાઉ પણ રામાપીર મંદીર તથા પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના બનવા પામી હતી જેનો ભેદ હજું ઉકેલાયો નથી. ત્યારે ફરી ગતરોજ આગ માતાના મંદિરમાં ચોરી થતાં થેરવાડા ગામમાં
પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. થેરવાડા ગામમાં તાલુકા
પોલીસ દ્વારા નાઈટમાં
પેટ્રોલીંગ વઘારવા આવે તેવી ગામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જ્યારે ગતરોજ આગ માતાના મંદીરમાં ચોરી થતાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ લઈ
પોલીસ દ્વારા
તપાસ હાથ ધરી હતી. જ્યારે ડીસા ગ્રામીણ વિસ્તારોમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે તો ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા દ્વારા સઘન
પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News