સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન ગુજરાત આવશે ૩૧ ઓકટો. ના પ્રધાનમંત્રીના આગમનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ ઃ સૂત્રો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:51:32
  • Views : 369
  • Modified Date : 2020-10-11 10:51:32

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સામે છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે ગુજરાતમાં આવી ગુજરાત ભાજપના ઠંડા પડેલા માહોલને ગરમ બનાવી દેશે તેમ મનાઈ રહ્યું છે. ભાજપમાં હાલ પક્ષ
પલટુઓને ટીકિટ આપવા મુદ્દે કેટલાક ભાજપીઓ નારાજ છે ત્યારે પક્ષમાં જોવા મળેલી સુસ્તી હવે મોદીજીના આગમન સાથે દૂર થશે તેમ મનાઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે રાજ્યની મુલાકાત લેનાર હોવાનું કહેવાય છે. મોદી ૩૧મી એ સી પ્લેન મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે.
સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. ગૃહ વિભાગ દ્વારા સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં નરેન્દ્રભાઈ મોદી ૩૦મી એ રાત્રે ગાંધીનગર આવશે અને માતા હીરાબાના આર્શિવાદ લેવા જઇ શકે છે. ૩૧મી એ સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું ઉદ્‌ઘાટન કરીને તે જ પ્લેનની પ્રથમ ફ્લાઇટમાં બેસીને કેવડિયા કોલોની પહોંચશે. જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અપર્ણ કરી એકતા પરેડમાં હાજરી આપશે. પીએમઓ તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ અંગે
પત્રકારોને માહિતી અપાઈ નથી. બીજી તરફ ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ ૩ નવેમ્બરે યોજાનાર છે તે પૂર્વે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પક્ષને ફળશે. જોકે કોરોના મહામારીના કારણે મોદી ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા હાલ જણાતી નથી પણ મોદીજીની હાજરીથી ભાજપમાં જોશ આવશે તે નક્કી છે અને તેનો ફાયદો ચૂંટણીમાં થઇ શકશે.

Download Our B K News Today App



Related News