આગામી સપ્તાહે અલ્પેશ અને ધવલ એ કરી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 15:19:06
  • Views : 567
  • Modified Date : 2019-07-10 15:19:06

ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપમાં જોડાવવા અંગેના સસ્પેન્સનો અંત આવી શકે છે. આગામી બે સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ અને ધવલસિંહે ભાજપમાં જોડાવાની તૈયારી શરૂ કરી છે. અલ્પેશના ભાજપમાં જોડાયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેઓ મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સીએમના નિવાસસ્થાને યોજાનારી ડીનર ડીપ્લોમસીમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે બપોર સુધીમાં કુલ 175 પૈકી 150થી વધુ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જે અંતર્ગત ભાજપના તમામ 100 ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હતું. જ્યારે કે કોંગ્રસના પણ 49 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ બાદ અલ્પેશની પ્રથમ પ્રતિક્રિયા આવી હતી, જેમાં તેણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. અલ્પેશે સ્વીકારી લીધું છે કે તેમને કોંગ્રેસને વોટ આપ્યો નથી.અલ્પેશે રાજીનામું આપીને કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. કોંગ્રેસ પણ આ જ ઇચ્છતી હતી. અલ્પેશે મીડિયાને જણાવ્યું હતું કે, હું મારા અંતરઆત્માને અનુસર્યો છું. કોંગ્રેસના લોકો અપમાન કરે છે મારે ગુજરાતના ગરીબ લોકો માટે કામ કરવું છે. કોંગ્રેસમાં માનસિક ત્રાસ સિવાય કંઇ મળ્યું નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ બાદ પરેશ ધાનાણી વિધાનસભાના અધ્યક્ષને મળવા રવાના થયા છે.વચ્ચે એવી વાતો વહેતી થઈ હતી કે અલ્પેશને કોંગ્રેસમાંથી વંડી ટપી આવેલા કદાવર નેતાઓની માફક મોટો લાડવો મળવાનો નથી. અલ્પેશ જો ભાજપમાં જોડાય તો તે મંત્રીપદની ઈચ્છાથી જોડાશે તેવું કોંગ્રેસને લાગતું હતું, પણ અલ્પેશને ભાજપ મંત્રીપદ નહીં આપે પણ અન્ય કોઈ સમાજના પદે નિયુક્ત કરશે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ અલ્પેશનું ભવિષ્ય શું હશે તેની ગુજરાતના રાજકારણમાં ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે.


Download Our B K News Today App



Related News