આગામી ૪૮ કલાક બનાસકાંઠા માટે અતિવૃષ્ટિના સંકેત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 19:13:28
  • Views : 1850
  • Modified Date : 2019-07-26 19:13:28

રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એક લો પ્રેસર સાથે જ એક સાયકલોનીક સર્ક્યુલેશન બન્યું છે. જેનાથી આગામી 4 દિવસ દરમ્યાન ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. આજે અતિ ભારે વરસાદ વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમા થવાની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, બનાસકાંઠા , સાબરકાંઠા , દાહોદ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં સવારે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. શહેરના મણિનગર, દાણીલીમડા, પાલડી, શિવરંજની, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વાહનચાલકો, રાહદારીઓએ પરેશાની વેઠવાનો વારો આવ્યો.સુરતમાં પણ કાલે મોડી સાંજથી જ વરસાદ

  • સુરત જિલ્લામાં મોડી સાંજથી વરસાદ
  • બારડોલી અને પલસાણા પંથકમાં ૨૪ કલાકથી વરસાદ
  • ભારે વરસાદના કારણે ભરાયા વરસાદી પાણી
  • મઢી ગામે બેડી ફળિયા પાસે વૃક્ષો ધરાશાયીમેઘરાજાને રીઝવવા મહાદેવના શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું

    મેઘરાજાને રીઝવવા માટે મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે સ્વયંભુ ખંડુજી મહાદેવના શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો અને આખા શિવલિંગને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યું હતું.શિવજીને રીઝવવા મહિલા મંડળે વરૂણદેવને પ્રાર્થના કરી હતી. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા કૃષિક્ષેત્રે ભારે મુઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે વરસાદ માટે લોકો ભગવાનની કૃપા મેળવવા પ્રયાસો હાથ ધરી રહયા છે. છેવરુણદેવને રીઝવવા ખેડૂતો-પશુપાલકોએ  પ્રાર્થનાનો સહારો લીધો છે.

Download Our B K News Today App



Related News