ઉત્તર ગુજરાતમાં 9 ઇંચ વરસાદ, આજે પણ આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 11:40:10
  • Views : 1064
  • Modified Date : 2019-08-17 11:40:10

ઉત્તર ગુજરાતમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમને લઇ બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ બંધાયો હતો. જે અંતર્ગત મોડી રાતથી ધીમે ધીમે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ હતી. ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. જે શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખરાયા હતા.

આ 48 કલાકમાં 11 તાલુકામાં સૌથી વધુ 4 થી 8.6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં પોશીનામાં 215 મીમી(8.6 ઇંચ), હારીજમાં 200 મીમી (8 ઇંચ), સતલાસણામાં 162 મીમી(6.48 ઇંચ), અમીરગઢમાં 139 (5.56 ઇંચ), ખેડબ્રહ્મામાં 136 મીમી(5.44 ઇંચ), દાંતામાં 127 મીમી(5 ઇંચ), સિધ્ધપુરમાં 117 મીમી(4.68 ઇંચ), પાલનપુરમાં 115 મીમી(4.6 ઇંચ), વડગામ અને ઊંઝામાં 104 મીમી (4.16 ઇંચ) અને ભિલોડામાં 101 મીમી(4 ઇંચ) વરસાદ રહ્યો હતો. બે દિવસના વરસાદમાં મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ભાલુસણાથી નાનીભાલુ જતો રોડ ધોવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં તાજપુર કુઇમાં એક મકાન અને બડોલીમાં દુકાન જમીનદોસ્ત થઇ હતી. ઇડરના દેત્રોલી ગામની નદીમાં ઘોડાપૂર આવતાં સંર્પક વિહોણું બન્યું હતું.

Download Our B K News Today App



Related News