ફરી કમોસમી વરસાદનો ખતરો હવામાન વિભાગની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 11:30:07
  • Views : 458
  • Modified Date : 2019-12-06 11:30:07

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ૪૮ કલાકમાં રાજ્યના ઘણાં ખરા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના જણાઈ રહી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદ્દભવી છે. ત્યારે ગત દિવસોમાં પણ માવઠાએ ખરીફ પાકોનો સોથ વાળી દીધો હતો અને મગફળી, કપાસ, તેમજ કઠોળના પાકોને ભારે નુકસાન થયું હતું. જેની સહાય પણ રાજ્ય સરકારે જાહેર કરી હતી પરંતુ એ સહાય હજુ ખેડૂતો સુધી પહોંચે ત્યાં ફરી આકાશમાં વાદળો છવાઈ જતાં અમીરગઢ
પંથકના ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને" એક સાંધો ત્યાં તેર તૂટે" જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો અત્યારે માવઠું થાય તો તેની ભરપાઈ કઈ રીતે કરવી એ  સવાલ આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે.
જોકે આખા વરસ દરમિયાન અવાર-નવાર કુદરતની માર ખાતા આ ખેડૂત માટે પશુપાલન અને ડેરી ઉદ્યોગ એ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતી સાથે સાથે પશુપાલનએ આ વિસ્તારના ખેડૂતોનો પ્લસ
પોઇન્ટ છે. કારણ કે અહીંના ખેડૂતો પશુપાલન થકી ખેતી કરે છે. પશુઓ જ અહીંના ખેડૂતોની જીવાદોરી છે એ કહેવામાં પણ કાંઈ ખોટું નથી. પરંતુ અગાઉ થયેલા માવઠામાં સૂકો ઘાસચારો બગડી જતા સૂકા ઘાસચારાની અછત છે. ત્યાં લીલો ઘાસચારો એજ એકમાત્ર
ઉપાય છે જો કે અત્યારે ભારે માવઠું કે કરા પડે તો એ પણ નાશ થવાની પૂરેપૂરી સંભાવનાઓ જોઈ શકાય
છે.
અહીંના ખેડૂતોનો એકમાત્ર ઢાલ સમાન વ્યવસાય પશુપાલન પણ મુશ્કેલીમાં મુકાઈ શકે
છે.

Download Our B K News Today App



Related News