ભંગારની દુકાનમાં આગ લાગતા ભારે નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 11:55:52
  • Views : 384
  • Modified Date : 2020-01-01 11:55:52

ધાનેરામાં સોમવારની રાત્રીના ૯ વાગ્યાના સુમારે અચાનક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા બે લાખથી પણ વધારે નુકસાન થવા પામ્યું હતુ. આ આગ લગાવવામાં આવી હોવાની ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં પડેલ ફુવારાની
પાઇપો, પેપરની
પસ્તી, પ્લાસ્ટિકના તમામ ડબ્બાઓ તેમજ અન્ય સામાન આ આગમાં બળી જવા પામ્યો હતો. જ્યારે ધાનેરા તથા ડીસાના ફાયર ફાયટરો
દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેતાં અન્ય સામાન બચી જવા
પામ્યો હતો જેથી ભંગારના ગોડાઉનના માલિક ટીનાભાઇ પ્રતાપભાઇ પ્રજાપતિએ
ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ
આગમાં બે લાખથી વધારે નુકસાન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ આગ લગાવવામાં આવી હોવાનું જણાવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. તેમજ એલ.એસ.એલ.ની ટીમ પણ તપાસમાં આવી હતી અને
તપાસની કાર્યવાહી હાથ ધરી
હતી.
અગાઉ પણ આ ગોડાઉનમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.


Download Our B K News Today App



Related News