પાલનપુરમાં અમીરરોડ ખાતે આવેલ મેડિકલ ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:53:37
  • Views : 307
  • Modified Date : 2021-02-14 11:53:37

પાલનપુર ખાતે આગ લાગવાના બનાવ થકી ભારે દોડધામ મચી જવા પામી હતી.
પાલનપુર સ્થિત અમીરોડ ખાતે દેનાબેન્કના મેડા ઉપર આવેલ એક મેડિકલ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.  આ ગોડાઉન બી.કે.નેશનલ મેડિકલને નામે હતો. નજરે જાેનાર જણાવે છે કે આ ગોડાઉનની બારીમાંથી એકદમ ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જાેઈ સૌએ સ્થાનિક પોલીસ અને ફાયરને જાણ કરતાં તુરંત પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા થોડા જ સમયમાં આગને કાબુમાં કરવામાં આવી હતી. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ શોર્ટ સર્કિટ અને અત્યંત ઝડપથી આગ પકડી શકે એવી મેડીકલી સામગ્રીને કારણે આગ ઝડપી ફેલાયનું અનુમાન છે. આગ લાગવાના ચોક્કસ કારણ માટે અત્યારે સીધું કશું જાણવા મળ્યું નથી. આગ લાગવાની આ ઘટના પછી કેટલું નુકશાન થયું એ હજુ જાણી શકાયું નથી.
આવા અકસ્માત થાય ત્યારે વહીવટી તંત્ર ફાયર સેફટી અંગે દરોડા પાડી મોટી સફળતા દર્શાવે છે ત્યારે આવી ઘટનાઓ દ્વારા વહીવટી તંત્રની નબળાઈઓ સામે આવે છે.

Download Our B K News Today App



Related News