પાટણના ચાણસ્મા-ડીસા હાઈવે પર એસેન્ટ ગાડીમાં આગ લાગતા અફડાતફડી મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:56:05
  • Views : 452
  • Modified Date : 2019-05-04 11:56:05

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ઉનાળાની ગરમીનો અસહ્ય અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ત્યારે આવી બળબળતી ગરમીમાં વાહનોમાં આકસ્મિક આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. બુધવારની સવારે પાટણના યુનિવર્સિટી રોડ પરથી પસાર થઇ રહેલ ઈકો ગાડીમાં આગ લાગવાની ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂલાઈ નથી ત્યાં ગુરૂવારની સાંજે પાટણ શહેરના  ડીસા ચાણસ્મા હાઇવે પર આવેલા સેવન ઇલેવન કોમ્પલેક્સ પાસેથી પસાર થઈ રહેલી લાલ  કલરની એસેન્ટ ગાડી નંબર એમ.એચ ૦૩ ઝેડ ૭૯ ૩૧ માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે ગાડીના ચાલક કરસનજી જોઈતાજી ઠાકોર રહે. વિશોળ તાલુકો ઉંઝા વાળાએ સમયસૂચકતા વાપરીને ગાડીમાંથી બહાર નીકળી ગયા હોવાથી જાનહાની ટળી હતી. આ બનાવની પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા તેઓએ ઘટનાસ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. ચાણસ્મા ડીસા હાઈવે ઉપર બનેલા આ બનાવને લઇ અફડાતફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News