નારોલી ગામે ઘાસ ભરેલી ગાડીમાં આગ લાગતા ઘાસ બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:11:08
  • Views : 447
  • Modified Date : 2019-04-14 06:11:08

થરાદ તાલુકાના નારોલી ગામે સરકારી ઘાસ ભરેલ ગાડીમાં આગ લાગી, જેમાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. દુષ્કાળગ્રસ્ત થરાદ  તાલુકામાં સરકાર દ્વારા રાહતદરે ૨ રૂપિયાના ભાવે ઘાસ આપે છે તે પણ પૂરતા પ્રમાણમાં આવતું નથી. ત્યારે નારોલી ગામે ઘાસની ગાડીમાં આગ લાગતાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. નારોલી  ખાતે ઘાસ ભરેલી ટ્રકમાં શોર્ટસર્કિટ થતાં ઘાસની ગાડીમાં આગ લાગી હતી. જે આગ લાગતા સ્થાનિક ગામલોકો ઘટનાસ્થળે આવીગયા હતા.ત્યારબાદ ફાયરફાઇટરને બોલાવ્યું પરંતુ આગ પર કાબુ લાવે તે પહેલાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. ગામલોકોએ જણાવ્યું હતું કે શોર્ટસર્કિટ થતાં ગાડીમાં અચાનક આગ લાગી ગઇ હતી તે સમયે ગામ લોકો દ્વારા ગાડી પર પાણીનો મારો કરવામાં આવ્યો હતો.તેમજ થરાદ ફાયરફાઇટર પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જેહમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી


Download Our B K News Today App



Related News