અમીરગઢના ભેદલા ગામે આગ લાગતા બે બાળકી બળીને ભડથુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:19:17
  • Views : 467
  • Modified Date : 2019-06-11 11:19:17

અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવેલ ભેદલા ગામે રહેતા નાથાભાઈ કેસરાભાઈ જેમના ઘરે ઝુંપડામાં આગ લાગતા બે બાળકીઓ બળીને ભડથુ થઇ ગઇ હતી, જેઓને બચાવવા જતાં માતા પણ દાઝી હતી.આ ઘટનાની વિગત એવી છે કે અમીરગઢ તાલુકાના ભેદલા ગામે રહેતા  નાથાભાઈ કેસરાભાઈ જેમના ધર્મપત્નિ સાંજના ૪ થી ૫ વાગ્યાના સુમારે ઘરમાં રસોઈ બનાવતા હતા તે વખતે અચાનક ઘરમાં આગ લાગતાં તેમની પાસે સૂઈ રહેલ બે દીકરીઓ આગની લપેટમાં આવી જતા બળીને ભડથુ થઈ ગઈ હતી અને આ બંને બાળકીને બચાવવા જતા તેઓની માતા પણ દાઝી ગઈ હતી. આથી તાત્કાલિક પ્રાઇવેટ દવાખાને સારવાર અપાતા તેઓ બચી ગયા હતા. પરંતુ આ ઘટનામાં તેમનું છાપરું અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ આ ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં થતા માહોલ શોકમય અને ગમગીન થઈ ગયો હતો . તેમજ આ ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘટના સ્થળનું પંચનામુ કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News