ડીસા તાલુકાના ભાચલવા ગામે આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 05:36:55
  • Views : 529
  • Modified Date : 2019-04-26 05:37:29

ડીસા તાલુકાના ભાચલવા ગામમાં ગણેશ પાન પાર્લર આવેલું છે. જેમાં વહેલા સવારે અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફડાકફડી મચી જવા પામી હતી. જે આગની ઘટનામાં પાર્લરમાં રહેલ તમામ માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. જેની જાણ ડીસા ન.પા.ને કરવામાં આવતા ન.પા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે આવી પાર્લર પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આમ આ સમગ્ર બાબતે પાર્લરના માલિક હસમુખભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે પાર્લરમાં બે આડા ફ્રીઝ તથા કાઉન્ટરમાં રહેલ કેશ આગમાં સંપૂર્ણ રીતે બળી જતા પાર્લરના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.


Download Our B K News Today App



Related News