કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે પણ અકસ્માત.. રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-16 18:08:14
  • Views : 755
  • Modified Date : 2020-04-16 18:16:25


કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે પણ અકસ્માત.. રાહદારીનું મોત હાલમાં કોરોનાવાયરસ ચાલી રહ્યો છે જેના કારણે તમામ વિસ્તારોને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે અજાણ્યા વાહનની ટકકરે રાહદારીનું મોત નીપજ્યું હતું..બનાસકાંઠા જિલ્લામાં થોડા સમય પહેલા માર્ગ અકસ્માતના બનાવ દિવસેને દિવસે વધી જવા પામ્યા હતા જેના કારણે અનેક લોકો મોતને ભેટયા હતા પરંતુ હાલમાં કોરોનાવાયરસ લડાઈના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના બીજા તબક્કામાં 19 દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે જેના કારણે હાલ રસ્તાઓ સુમસામ બની ગયા છે. પરંતુ આવી સ્થિતિમાં આજે ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર ચાલતા રાહદારી મનુભાઈ ઉર્ફે શૈલેસ વેડચા વાળાને ટક્કર મારી હતી. જ્યાં તે રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. 

Download Our B K News Today App



Related News