આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી : માઇનસ ત્રણ ડિગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-29 10:36:47
  • Views : 1137
  • Modified Date : 2019-12-29 10:36:47

આવી કાતિલ ઠંડીમાં રોજિંદા કાર્યોમાં વિલંબ થતા માઉન્ટઆબુની અઢાર કિમી. ની ઉંચાઈ ધરાવનાર ગુરૂશિખરમાં માયનસ પાંચ તાપમાન નોંધાયું હતું અને કુંભારવાડામાં 3.4 ડિગ્રી નોંધાયેલ હતું.  હાલમાં ક્રિસમસની રજાઓમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના પર્યટકો વધારે પ્રમાણમાં ઉમટી પડયા હતા અને ચોમેર છવાયેલા બરફમાં  સહેલાણીઓ અનેરી મજા માણતા રહ્યા હતા.રાજસ્થાનના સૌથી ઠંડા પ્રદેશ ગણાતા માઉન્ટઆબુમાં ઠંડી તેનો પ્રકોપ બતાવી રહેતા બે દિવસથી  તાપમાન માયનસ થતા ઠંડુગાર  ગયુ  છે. છેલ્લા ચાર દિવસથી માઉન્ટઆબુની ધરતી પર બરફના પડો છવાયેલા જોવા મળે છે.શુક્રવારના માયનસ એક ડિગ્રીથી શનિવારના સીધું માયનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠેર ઠેર બરફના પડો છવાયેલા રહ્યા હતા. ખુલ્લા પડેલા પાણીના બાઉલો અને ખુલ્લા મેદાનો સહિત હવે પાણીના નળમાં પણ બરફ છવાયો હતો.


Download Our B K News Today App



Related News