આજે સવારથી કચ્છના કયા વિસ્તારમાં આભ ફાટ્યું? જોવો વિગત વાર માહિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 15:18:31
  • Views : 1506
  • Modified Date : 2020-06-22 15:41:13

કચ્છમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. આજે કચ્છના માંડવીમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં આજે વહેલી સવારથી અત્યાર સુધી 7 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. કચ્છમાં ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. કચ્છમાં રૂક્માવતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યું છે. ટોપણસર તળાવ ઓવરફ્લો થયું છે. બીજી બાજુ માંડવી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે.બે દિવસથી સતત પડી રહેલા વરસાદથી માંડવીના ગ્રામ્ય વિસ્તારના અનેક ગામોના તળાવ અને સ્થાનિક નદીમાં પાણી ફરી વળ્યા છે. માંડવી શહેરના નિચાણવાળા વિસ્તારોમા પણ પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. કચ્છના અબડાસાના કોઠારા, સુથરી સહિતના ગ્રામ્ય વિસ્તારમા ગામમા પાણી ભરાયા છે. માંડવીમા નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાતા તંત્ર દ્રારા પાણી નિકાલની કામગીરી શરૂ કરાઇ છે.છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં મેઘો ઓળઘોળ થયો હોય તેવો માહોલ સર્જાયો છે. ગઇ કાલે કચ્છના માંડવીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6થી 8 વાગ્યા સુધીમાં માંડવીમાં 4.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લા 26 કલાકમાં માંડવીમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે દરિયાકાંઠે વસેલા માંડવી શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.કચ્છના મુન્દ્રામાં આજે ધોધમાર વરસાદ પડતા કારાઘોઘા, બાબીયા, દેશલપર, મોટા કપાયા, રામણિયા, ભુજપુર, વાંકી, પત્રી, સાડાઉ, ગુદાલા, રતાળિયા, બેરાજા, બાબિયા, ઝરપરામાં નોંધપાત્ર વરસાદ ખાબકી ચૂક્યો છે. મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે.રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં કચ્છના માંડવીમાં 4 ઈંચ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 3 ઈંચ વરસાદ, અબડાસા, માળીયા, ચોર્યાસીમાં 1 – 1 ઈંચ વરસાદ જ્યારે 7 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ પડતા ભારે સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી કોઝવે ધોવાયો છે. પશુ દવાખાના પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. વીજ પોલથી કરંટ લાગતા પશુનું મોત થયું હોવાના પણ સમાચાર મલી રહ્યા છે. ટોપણસર સરોવર ઓવરફ્લો થઈ ગયું છે. કરછના માંડવીમાં બીજા દિવસે પણ ઘોઘમાર વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે.

Download Our B K News Today App



Related News