બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા યુવકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 16:15:47
  • Views : 83
  • Modified Date : 2024-03-02 16:15:47

ઉત્તર ગુજરાતમાં શીયાળાની વિદાય ટાણે જ માહોલ ચોમાસા જેવા સર્જાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે વરસાદ વરસવા દરમિયાન વીજળી પડવાને લઈ એક યુવકે જીવ ગુમાવ્યો છે.વડગામ તાલુકાના મેપડા ગામે વીજળી પડવાને લઈ ખેતરમાં કામ કરતા યુવાનનું મોત નિપજ્યુ છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, એ દરમિયાન જ વીજળી પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. મૃતક યુવાનની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.

Download Our B K News Today App



Related News