ડીસાના દલાજી પાર્કમાં મોબાઈલ ફોન થી વરલી મટકાનો જુગાર રમાડતો યુવક ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:23:05
  • Views : 2253
  • Modified Date : 2022-07-24 13:23:05


ત્રણ યુવકો ભાગીદારીમાં મોબાઈલ એપ થી જુગાર રમાડતા હતા


 ડીસા શહેરના દલાજી પાર્ક માં ત્રણ યુવકો મોબાઇલ એપ વડે વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની બાકી આધારે પોલીસે રેડ કરતા એક યુવકને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 21,200 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યો છે.


 આ અંગેની વિગત એવી છે કે ડીસાના ત્રણ અનુમાન રોડ પર આવેલ દલાજી પાર્કમાં એક બંગલામાં જુગાર રમતો હોવાની વાતની મળતા ડીસા ઉત્તર પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી. પોલીસે દલાજી પાર્કના મકાન નંબર 38 આગળ જઈ રૂમનો દરવાજો ખખડાવતા અંદરથી એક યુવક બહાર આવતા પોલીસે તેનો મોબાઇલ ચેક કરતા તે મોબાઇલ એપ વડે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનું જણાતા પોલીસે તેની અટકયાત કરી હતી. પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નિલેશકુમાર વાસુદેવભાઈ ઠાકર જણાવયું હતું.  પોલીસે નિલેશ ઠાકર પાસેથી મોબાઇલ તેમજ રોકડ રકમ મળી ₹21,200 નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો.પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે મોબાઈલથી વરલી મટકાનો ધંધો શૈલેષ ઈશ્વરલાલ કછછવા અને નેહલ મુકેશકુમાર પંચાલની સાથે ભાગીદારીમાં કરતો હોવાનું જણાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News