એસટી બસની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-11 14:55:46
  • Views : 67
  • Modified Date : 2023-12-11 14:55:46

ઉધના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસની અડફેટે મોપેડ સ્પાર યુવાનનું મોત નીપજ્યું છે. યુવાનનું  કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાન અને ઉધના વિસ્તારમાં આવેલા આશા નગર 22 વર્ષીય ચિરાગ ભૂપેન્દ્ર જૈનનું ઘટનામાં મોત નીપજ્યું છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.ચિરાગ કાપડના ઓનલાઈન વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આખો પરિવાર ચિરાગના કામ પર જ નભતો હતો.આજે સવારે ચિરાગ ઘરેથી રિંગ રોડ ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો દરમિયાન ઉધના વિસ્તારમાં તેનું મોપડેટ સ્લીપ થઇ જતા એસટી બસના પૈડાં તેના પરથી ફરી વળ્યાં હતા. અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના સીસીટીવી પણ તપાસ્યાં હતાં. ઘટનાની સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News