મામા દેવનું મંદિર ન બનતા જૂનાગઢના સરસઈ ગામના યુવકે કર્યું સુસાઇડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 15:42:06
  • Views : 99
  • Modified Date : 2023-06-23 15:42:06

 અવાર નવાર દેવી દેવતાનાં ઉપાસક યુવકો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે કે જેનાથી પરિવારજનો પર આભ તૂટી પડે છે.  ત્યારે આવો જ એક બનાવ જૂનાગઢનાં સરસઈ ગામે એક યુવક દ્વારા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અલ્પેશ દાણીધારીયા નામના યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. યુવક દ્વારા આપઘાત કર્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.મામ દેવનું મંદિર ન બનતા યુવકે ઝેરી દવા ગટગટાવી.ત્યારે મળતી માહિતી મુજબ મૃતક યુવક મામા દેવનો ઉપાસક હતો. તેમજ યુવકને મામ દેવ મંદિર બનાવી દેશે તેવા સપના પણ આવતા હતા. યુવક દ્વારા ગામમાં મામ દેવનું મંદિર ન બનતા ઝેરી દવા ગટગટાવી મોતે વ્હાલું કર્યું છે.  યુવક દ્વારા આપઘાત કરી લેતા આ અંગેની જાણ પોલીસને કરતા વિસાવદર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને પીએમ અર્થે મોકલી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Download Our B K News Today App



Related News