અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે વસ્ત્રાલમાં રહેતા એક યુવકનું અપહરણ થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-29 09:11:41
  • Views : 108
  • Modified Date : 2023-12-29 09:11:41

અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી જઇ રહી છે.લૂંટ, ચોરી, હત્યા, અપરહરણ જેવી ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ગુનેગારોને કોઇનો ડર ન હોય તેમ ગુનાઓ આચરતા જઇ રહ્યા છે. અમદાવાદમાં ફરી એક વાર આવી જ અપહરણની ઘટના બની છે. જો કે અપહરણ બાદ યુવકનો છુટકારો પણ થયો છે.અમદાવાદમાં 28 ડિસેમ્બર 2023ના ગુરુવારે વહેલી સવારે વસ્ત્રાલમાં રહેતા એક યુવકનું અપહરણ થયું હતું. 26 વર્ષિય મીત પટેલનું બાગબાન પાર્ટી પ્લોટ નજીકથી અપહરણ થયુ હતુ. મળતી માહિતી મુજબ અપહરણ કરનારાઓ કાર અને બાઇક લઇને આવ્યા હતા.બાદમાં મીત પટેલને બોટાદના ઢસા નજીક છોડી દેવામાં આવ્યો હતો. મીત પટેલના મિત્ર અપૂર્વ મણિયારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. કુલ 6 અજાણ્યા ઈસમોએ સામે ફરિયાદ દાખલ થઇ છે.અપહરણનું કારણ હજૂ અકબંધ છે.

Download Our B K News Today App



Related News