​​​​​​​યુવતીના પિતાએ અવારનવાર ધમકી અને છેડતીના કેસમાં ફસાવી દેતા યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો, યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 14:18:11
  • Views : 323
  • Modified Date : 2021-05-09 14:18:11

     શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવકને તેના ઘર પાસે રહેતી યુવતી સાથે પાંચ વર્ષથી મિત્રતા હતી. જેની અદાવત રાખી પિતા યુવકને ત્રાસ આપવા લાગ્યો હતો. અવાર નવાર ધમકીઓ આપી માર મારતો હતો. મૃતક યુવક સામે ખોટી છેડતીની ફરીયાદ કરી મોટા કેસમાં ફસાવી ખાનદાન તબાહ કરી દેવાની પણ યુવતીના પિતાએ ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લેતા બે મહિના બાદ યુવકના પિતાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    આસ્ટોડિયામાં આવેલા મહાદેવ ચોકમાં રહેતા 56 વર્ષીય દુષ્યંત ભાઈ દેસાઈ ઘરેથી જ વેપાર ધંધો કરે છે. તેમના બે પુત્રમાંથી એક 20 વર્ષીય ધ્રુવ નામના પુત્રએ ગત 30 માર્ચના રોજ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ધ્રુવ ઘર પાસે રહેતા ગુંજન ઉર્ફે રાજુ વ્યાસ નામના વ્યક્તિની પુત્રી સાથે ચાર પાંચ વર્ષથી મિત્રતા ધરાવતો હતો. થોડા સમય પહેલા આ બાબત ને લઈને ગુંજન એ ધ્રુવને ગડદા પાટુ અને લાકડીનો માર માર્યો હતો જોકે તે બાબતે ફરિયાદ ન કરી સમાધાન થયું હતું. વર્ષ 2019માં પણ ફરી આ જ રીતે મારામારી થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ પણ થઈ હતી. જોકે બાદમાં આરોપી ગુંજન એ આ ધ્રુવ અને અન્ય એક પિતરાઈ ભાઈ સામે છેડતી ની ફરિયાદ નોંધાવી હતી.

    જે કેસમાં બને જામીન પર છૂટયા પણ બાદમાં અવાર નવાર આરોપી ગુંજન આ ધ્રુવને ધમકીઓ આપતો અને તારું કેરિયર ખરાબ કરી નાખીશ તને ધંધે લગાડી દઈશ તેવી ધમકીઓ આપતો હતો. અનેક વાર ગુંજન ધ્રુવને ધમકીઓ આપી હતી પણ બને પક્ષના લોકો સામસામે રહેતા હોવાથી કોઈ ફરિયાદ કરાઈ નહોતી. પણ ધ્રુવ આ બાબતોને લઈને સતત માનસિક તણાવ માં રહેતો હતો. છેડતી બાબતે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે એક મુદત હતી ત્યારે પણ આ ગુંજને ધ્રુવ ને ધમકી આપી ખાનદાન તબાહ કરી મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

    જોકે ધ્રુવના પિતાએ કોર્ટ પર ભરોસો રાખવાનું કહ્યું હતું. કોર્ટ મુદતના આગલા દિવસે જ ધ્રુવએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે જુવાનજોધ દીકરો ગુમાવતા ધ્રુવની માતા પણ આઘાતમાં આવી ગયા હતા.ખાડીયા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે તપાસ બાદ ધ્રુવના પિતાએ આ આરોપી ગુંજન સામે આક્ષેપ કરતા પોલીસે તપાસ કરી તેના ત્રાસથી ધ્રુવ એ આપઘાત કર્યો હોવાનું જાણી દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News