ડીસા તાલુકાના તાલેગંજ ગામના યુવકનું બાઇક નેમિનાથ સોસાયટી પાસેથી ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:29:05
  • Views : 336
  • Modified Date : 2022-06-22 11:29:05


   ડીસા શહેરને વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનું વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે ડીસા શહેરમાં બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં લોકો રોજેરોજ અવર-જવર કરતાં હોય છે સતત લોકોની અવરજવર વધતાની સાથે અનેક ગુનાહિત ઘટનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરી વિસ્તારમાં વાહન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે મોટા ભાગની વાહન ચોરીની ઘટનાઓ ડોક્ટર હાઉસ અને ડીસાની બજારોમાં થઈ રહી છે બાબતે પોલીસ મથકમાં અનેકવાર ફરિયાદો થઈ છે તેમ છતાં પણ દિવસે ને દિવસે વાહન ચોરીની ઘટનાઓ માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના તાલેગંજ ગામે રહેતા ભુરાભાઈ મફાભાઈ પાનકુટા ગત તારીખ જૂનના રોજ પોતાનું બ્લેન્ડર બાઇક GJ 08 CD 2785 લઇને ડીસા બજારમાં આવ્યા હતા.તેઓએ પોતાનું બાઇક નેમિનાથ સોસાયટીના નાકે ઊભું કરી બાજુમાં  આવેલ નકળગ ઝેરોક્ષ માં કામકાજ અર્થે ગયા હતા.તેઓ પંદર મિનિટમાં કામ પતાવી પરત આવતા તેમનું બાઈક પાર્ક કરેલી જગ્યાએ જણાયું હતું. આથી શોધખોળ કરતાં તેમનું રૂપિયા 41000નું બાઈક ચોરી થઇ હોવાનું જણાતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે. પોલીસ દરમિયાન બપોરના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે છે જેથી વારંવાર વાહનોની ચોરી થતી અટકી શકે તેમ છે

Download Our B K News Today App



Related News