જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-16 13:09:51
  • Views : 1036
  • Modified Date : 2025-04-16 13:09:51

જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે ગાંઠિયાની રેકડી ચલાવતો એક રેકડી ધારક શહેરના અલગ અલગ ચાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, અને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લીધા બાદ વધુ વ્યાજ અને મુદ્દલની માંગણી કરી અદાલતમાં ચેક રીટર્ન કરાવવાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને જી.જી. હોસ્પિટલની સામે ગાઠિયાની રેકડી ચલાવતા વિજય જયંતીભાઈ પિત્રોડા નામના 34 વર્ષના યુવાને પોતાની પાસેથી માસિક 10 ટકાથી વધુ રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી વધુ વ્યાજ કઢાવવા માટે ધમકી આપવા અંગે જામનગરમાં રહેતા હરદેવસિંહ જાડેજા, સુભાષભાઈ સોલંકી, મયુરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News