ડીસાના બુરાલ ગામે અચાનક જ વિજળી પડતાં ખેતર વિસ્તારમાંકામ કરતાં યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 14:14:09
  • Views : 3489
  • Modified Date : 2021-09-28 14:14:09

    ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ડીસા તાલુકામાં જોવા મળ્યો હતો ડીસા તાલુકામાં ત્રણ કલાકમાં પડેલા પાંચ ઈંચ જેટલા વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અનેક ખેતરો વરસાદી પાણીમાં ફેરવાયા હતા. તો અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવી હતી તો આ તરફ ડીસા તાલુકાના બાઈવાડા ગામે તળાવ જોવા જતાં યુવકનું મોત નિપજ્યું હતું. ડીસા પંથકમાં બે દિવસ થી અવિરત મેઘમહેર થઇ રહી છે. વિઠોદર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ની સાથે સાથે પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે. રવિવારે દિવસભર વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ડીસાના બુરાલ ગામે અચાનક જ વિજળી પડતાં ખેતર વિસ્તારમાં કામ કરતાં યુવક નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

Download Our B K News Today App



Related News