અંગત પળોનો Video બનાવી બ્લેક મેઈલ કરનાર યુવક ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-03 15:28:16
  • Views : 123
  • Modified Date : 2023-06-03 15:28:16

 સુરત નાપુણાગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. તેની સાથે પ્રેમ સંબંધકેળવી યુવતીને હોટલની રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે ઉતારેલા વિડિયો, ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવ્યા હતા. જો કે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. સુરતના પુના વિસ્તારમાં રહેતી યુવતી સાથે નજીકના જ રહેતા યુવક સાથે મિત્રતા કેળવી તેની નજીક આવ્યો હતો. યુવતીના ઘર નજીક જ વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલ નામનો યુવક યુવતીને આશરે છ વખત હોટલમાં લઇ ગયો હતો. તે દરમ્યાન તેણે તેના મોબાઇલ ફોનમાં યુવતીના બિભત્સ ફોટા તથા વિડીયો ઉતારી લીધા હતા. તે બિભત્સ ફોટા તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.યુવતીના બિભસ્ત ફોટો અને વિડિયો ના આધારે યુવકે યુવતીને બ્લેકમેઇલ કરી રૂપિયા 80,000 રોકડા અને સોનાના દાગીના જેમાં (1) 2 નંગ સોનાની બંગડી , 1 નંગ સોનાનું કડુ, 1 નંગ સોનાની ચેઇન, 3 નંગ સોનાની વિંટી, 1 નંગ સોનાનું બ્રેસલેટ મળી કુલ્લે આશરે 7 તોલા સોનું મળી યુવતી પાસે 4,20,000 રૂપિયા પડાવી લીધા હતા.જો કે આ સમગ્ર મામલે યુવતીએ કંટાળીને સમગ્ર હકીકત પરિવારને કહેતા પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી. અને ત્યાર બાદ પરિવાર દ્વારા આ યુવતી પાસે સુરતના સાઇબર સેલમાં ફરિયાદ કરાવી હતી. જેના આધારે સાયબર સેલ વિભાગ દ્વારા તમામ વસ્તુની ચકાસણી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપીએ બ્લેકમેલ કરી યુવકની પાસેથી પડાવેલા રોકડા અને દાગીના સહિતનો તમામ મુદ્દા માલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News