જામનગર નજીક સચાણાના દરિયામાં માછીમારી કરવા ગયેલા યુવાનનું માછીમારીની ઝાળમાં ફસાઈ જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-21 18:23:47
  • Views : 59
  • Modified Date : 2025-05-21 18:23:47

જામનગર નજીક સચાણા ગામના દરીયા કિનારે માછીમારી કરતી વેળાએ એક દુર્ઘટના બની છે, અને માછીમાર યુવાન પોતાની જ માછીમારીની જાળમાં ફસાઈ જતાં ડૂબી જવાથી કારણ મૃત્યુ નિપજ્યું છે.

જામનગર તાલુકાના સચાણા માં રહેતો અને માછીમારી કરતો જાફર રજાકભાઈ કકકલ નામનો 34 વર્ષનો માછીમાર યુવાન ગત 16 તારીખે સચાણા નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો, અને પોતાની જાળમાં દરિયાના પાણીમાં અકસ્માતે માછીમારીની જાળમાં થઈ ગયો હતો અને દરિયાઈ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News