ડીસા આખોલ ચાર રસ્તા પાસે પીકઅપ ડાલાની ટકકરે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-12 11:49:00
  • Views : 285
  • Modified Date : 2022-08-12 11:49:00


 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો


ડીસા ના આખોલ ચાર રસ્તા પાસે જીપડાલાના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અકસ્માતમાં બાઈક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં રાત્રિના સમયે રોજબરોજ અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધતી જતી અકસ્માતોની ઘટનાઓને લઈ હાલમાં અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે ડીસા ના માલગઢ ગામે ગોગાઢાણી વિસ્તારમાં રહેતો મુકેશ ગેલોત નામનો 22 વર્ષીય યુવક પોતાનું બાઈક લઈને ડીસા તરફ આવી રહ્યો હતો તે સમયે પુરપાટ ઝડપી આવી રહેલા જીપડાલા ના ચાલકે બાઈક ને અડફેટે લેતા અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક મુકેશ રોડ પર પટકાતા અનેક ગંભીર ઈજા પહોંચતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો,  જોકે ઈજાગ્રસ્ત યુવકની તબિયત વધારે ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે . . .


Download Our B K News Today App



Related News