ડીસાના રાણપુર રોડ નજીક બાઇક અને જીપડાલા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવાર દંપતીમાં યુવકનું મોત નિપજ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:16:40
  • Views : 1484
  • Modified Date : 2022-04-15 11:16:40

ડીસાના આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..ડીસાના રાણપુર રોડ નજીક બાઇક અને જીપડાલા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવાર દંપતીમાં યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે યુવતીને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા   



ડીસામાં માર્ગ અકસ્માતની સનખ્યાં માં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે છાસવારે થતા માર્ગ અકસ્માત માં અનેક આશાસ્પદ જિંદગી ઓ હોમાઈ રહી છે ત્યારે ડીસા રાણપુર રોડ ઉપર એક જીપડાલા  ચાલકે બાઇક સવાર દમપ્તિ ને ટક્કર મારતા ઇજા ના કારણે યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે યુવતી ને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ

ડીસા માં બે દીવસ અગાઉ દિપક હોટલ નજીક સર્જાયેલ અકસ્માત માં આશાસ્પદ શિક્ષક નું મોત નિપજ્યા બાદ ગુરુવારે વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાણપુર નજીક આવેલા ભૈરવ કોલ્ડસ્ટોરેજ નજીક બાઇક ઉપર પસાર થતા  સુભાસભાઈ પરહલાદજી પઢીયાર અને તેમના પત્ની નયનાબેન પઢીયાર સામે થી પુર ઝડપે આવી રહેલા જીપડાલા નમ્બર  જી જે ૦૮એ યુ ૨૮૫૮  ના ચાલકે ટક્કર મારતા આ દમપ્તિ રોડ ઉપર પટકાયુ હતું અને ઇજાગ્રસ્ત થયું હતું અકસ્માત ને પગલે આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને દમપ્તિ ને સારવાર અર્થે ખસેડયું હતું જ્યાં સારવાર દરમિયાન સુભાસભાઈ નું કરુંણ મોત નીપજ્યું હતું અકસ્માત ને પગલે જીપડાલા ચાલક નાસી છૂટયો હતો આ મામલે મૃતક ના સગા  કમલેશકુમાર પોપટ્ટજી પઢીયારે ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલા નમ્બર જી જે  ૦૮એ યુ ૨૮૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલિસ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News