ડીસાના રાણપુર વચલા વાસમાં તીક્ષણ હથિયારના ઘા મારી યુવકની કરાઈ હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 19:09:40
  • Views : 4829
  • Modified Date : 2022-07-30 19:09:40


ડીસાના રાણપુર વચલા વાસ  ગામના આશાસ્પદ યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી આ ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે...


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ ન જેવી બાબતમાં લોકો આવેશમાં આવી જઈ હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. આજે ડીસા તાલુકામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકામાં પૈસાની લેતીદેતી અથવા તો અંગત અદાવતમાં હત્યાઓ થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર વચલા ગામ ખાતે રહેતા આશાસ્પદ યુવક પોપટજી ઠાકોર કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી પેટમાંથી આંતરડા બહાર કાઢ્યા હતા આ યુવકને અજાણ્યા શકશો એ તીક્ષણ હથિયારના ઘા મારતા રાણપુર વચલા વાસના આશાસ્પદ યુવક પોપટજી ઠાકોરનું મોત નીચું હતું જે બાદ હત્યારાઓ એ યુવકની લાશ ને ગામના હનુમાનજીના મંદિર પાસે ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ યુવકની હત્યા થઈ હોય તેવું ગ્રામજનોને ધ્યાને આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ પોલીસે મૃદુતક યુવકની લાશને ડીસા સિવિલ માં પીએમ અર્થે ખસેડી હત્યારાઓને પકડવા ડીસા તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે..


Download Our B K News Today App



Related News