ભીલડી નજીકના ઇન્દિરાનગર બ્રિજ નીચે આજે ટ્રેન નીચે આવી યુવક કપાયો હતો..ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-28 12:58:41
  • Views : 496
  • Modified Date : 2021-07-28 12:58:41

     ભીલડી નજીક પાલનપુર ગાંધીધામ રેલ્વે લાઈન પર ઇન્દિરાનગર બ્રિજ નીચે મંગળવારની વહેલી સવારે એક યુવક ની કપાયેલી હાલત માં લાશ પડેલી હોવાની સ્થાનિક લોકો ને જાણ રેલ્વેટ્રેક પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા કોઈક અગમ્ય કારણોસર યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી જે અંગેની ભીલડી રેલ્વે પોલીસને જાણ થતા ધટના સ્થળે દોડી લાશ નો કબજો મેળવી યુવકની ઓળખ કરતા ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામ ના દિનેશજી ફતાજી ઠાકોર ઉ‌.વર્ષ ૩૦ ધંધો ખેતી કરતા હોવાનું જાણ થતાં જેથી તેના પરિવારજનોને જાણ કરી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જે બાબતે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના ભીલડી ઓ.પી ના ઇન્ચાર્જ હેડ કોન્સ પ્રવીણચંદ્ર ભાટીયા એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News